About Course
દરેક બાળક Udaan (ઉડાન) ભરવા માટે ત્યાર જ હોય છે.ઉડાન આ શબ્દ વ્યકતિગત રીતે હંમેશા મને પ્રેરણા આપે છે. ઉડાન શબ્દનો સાચો અર્થ થાય કે કેવી રીતના કોઈપણ વ્યકતિ સફળ થાય. વિદ્યાર્થી ઉડાન ભરવા માટે ત્યારજ છે પણ જો એમને યોગ્ય માર્ગદર્શન શિક્ષામાં, જીવનમાં અને કરિયરમાં મળી જાય તો કોઈપણ બાળક એમના જીવનની Udaan ભરી શકે છે. પણ આ બાળક જીવનમાં એકલું નથી ઉડાન ભરતું તેની સાથે તેમના માં-બાપ પણ એક સપનું જોવે છે અને તે પણ ઈચ્છે છે કે તેનું બાળક સફળ થાય અને એક ઊંચી ઉડાન ભરે.
વાલીઓ હંમેશા ચિંતા કરતા હોય છે કે તેમનું બાળક ભણતરમાં અને આગળ કરિયરમાં કેવી રીતના હોશિયાર બનશે. અને આના માટે માં-બાપ સખત મહેનત કરીને પણ પોતાના બાળક માટે ખાસ સુવિધા પુરી પડતા હોય છે. પણ સૌથી અગત્યની વાર્ત એ છે કે બાળક ભણવામાં હોશિયાર બનશે પણ કેવી રીતના અને તેની સાથે બીજી અગત્યની વાર્ત કે બાળક પોતાના કરિયરનું ડેવલોપમેન્ટ કેવી રીતના કરશે. કેવી રીતના એક વિદ્યાર્થી પોતાના કરિયર પર 100% ધ્યાન આપીને મહેનત કરશે. પણ કેવી રીતે અને કઈ Skill (કલા અથવા કૌશલ્ય)થી જેની મદદથી બાળક ભણવામાં અને કરિયરમાં ઉડાન ભરશે?
આજનો સમય ડિજિટલ માધ્યમ જેવો છે. જેવી રીતના Online દુનિયામાં સમય કેવી રીતના પસાર થાય છે એ ખબર નથી તેવી રીતના આજના બાળકને સમય ક્યાં પસાર થાય છે એ ખબર નથી. આના લીધે વિદ્યાર્થી તેમના જીવનમાં દરેક પગલે નબળો બનતો જાય છે. કારણકે વિદ્યાર્થી જાણતો જ નથી કે એ ક્યાં ક્ષણે 100% હાજર છે. આનાથી સ્કૂલમાં વિદ્યાર્થી હાજર તો છે પણ 100% માનસિક રીતે હાજર નથી રહી શકતો. તેના માટે વિદ્યાર્થીને શીખવું પડશે કે ભણતી વખતે ધ્યાન કેવી રીતના કેન્દ્રિત રાખવું અને કેવી રીતના 100% એટલે કે 24 કલાક નો ઉપયોગ કેવી રીતના કરી શકાય.
ઉડાન કોર્ષ AP (Arjunpathways)ના માધ્યમથી બનાવામાં આવેલ એક ઓનલાઇન કોર્ષ છે. આ કોર્ષમાં વિદ્યાર્થી શિક્ષા કોર્ષ સંપૂર્ણ રીતે શીખી શકે છે. આની સિવાય ઘણી બધી નવી વસ્તુ અહીંયા વિદ્યાર્થીઓ શીખશે. જેમકે કેવી રીતના ટાઈમ મેનેજ કરતા શીખવું, કેવી રીતના પરીક્ષાને લીધે લાગતો ડર દૂર કરવો. તેમજ પોતાના માટે ધ્યેય કેવી રીતના નક્કી કરવા જેવી વસ્તુ બાળક આ કોર્ષમાં જોડાઈને શીખી શકે છે. Udaan કોર્ષની અંદર વિદ્યાર્થી કૉમ્યૂનિકેશન સ્કીલ પણ શીખે છે. કોર્ષના માધ્યમથી કોઈ ચોક્કસ વિષયમાં નબળો વિદ્યાર્થી પણ ભણવામાં ધીરે ધીરે હોશિયાર થવાની શરુવાત કરે છે. ઉડાન કોર્ષમાં વિદ્યાર્થી કરિયરને લઈને પણ માર્ગદર્શન લઇ શકે છે.
દર 7 દિવસે વિદ્યાર્થીઓનો રિપોર્ટ એમના વાલીઓને આપવામાં આવે છે. આનાથી જાણી શકાય કે કેટલા સમયમાં વિદ્યાર્થીમાં (સુધારો) ઈમ્પ્રુમેંન્ટ આવે છે. આ કોર્ષમાં વિદ્યાર્થીને પોતાના વિકાસ માટે અમુક કૌશલ્યો શીખવામાં આવે છે. કોર્ષ દરમ્યાન વિદ્યાર્થી અને વાલીઓ સાથે 24 વખત રુબરુ મુલાકાત લેવામાં આવે છે. આ કોર્ષ વિદ્યાર્થીને કરિયરમાં, અભ્યાસમાં અને સામાજમાં પોતાનું સ્થાન બનવાં માટે પ્રેરિત કરે છે.
Course Content
SCCF Form
Draft Lesson
00:00