પરીક્ષા ની સાચી સમજ

કેમ છે વિદ્યાર્થી (student) મિત્રો અને તેમના પરિવારજનો આશા કરું છું તમારી તબિયત સારી હશે. હું અર્જુન ખુંટ તમારી સાથે આજે પરીક્ષાને (exam) લઈને થોડી ચર્ચા કરવાનો છું. વિદ્યાર્થીઓને ઘણી વખત એવું થતું હશે કે શું કામ આ પરીક્ષા (exam) છે? આ પરીક્ષાની પ્રણાલી કેમ આવી છે? (What is the meaning of exam?) આ પરીક્ષાની (examination) સ્થાપના કોણે કરી હશે? આ પરીક્ષાની (exam) પાછળનું કારણ શું છે? આવા ઘણા સવાલો ગુસ્સામાં ને ગુસ્સામાં નીકળતા હશે. પણ પરીક્ષાની (examination) વાસ્તવિકતા અલગ છે અને પરીક્ષાની (examination) પ્રણાલી વ્યવસ્થિત છે એનું કારણ એજ છે કે કોઈપણ પરિસ્થતિમાં વિદ્યાર્થી (student) આગળ વધવો જોઈએ.

19મી સદીમાં હેનરી ફિશલ (Henry Fischel) નામના વ્યકતિએ પરીક્ષાની પ્રણાલીની સ્થાપના કરી હતી અને આ પ્રણાલી પેલા પણ હતી એટલે કે 19મી સદી પહેલા પણ હતી પણ એ હેનરી ફિશલની મદદથી વ્યવસ્થિત અને વિશિષ્ટ બની. 19મી સદીમાં હેનરી ફિશલ એક અમેરિકન ઉદ્યોગપતિની સાથે એક પરોપકારી વ્યકતિ પણ હતા. તેમને પરીક્ષાને (exam) વિદ્યાર્થીના (student) વિકાસ માટેનો નવો રસ્તો શોધ્યો અને આજે તેજ પ્રાણલીની મદદથી આપણે શું શીખી શકે છીએ તે આજે હું તમને બતાવું છું.

અહીંયા એક વિડિઓ લિંક આપવામાં આવી છે તેને જોવો અને પરીક્ષાની સમજ સમાજ સુધી પોંહચાડો. (What is the meaning of exam?)

3 exam lesson by henry fischel

Examination
what is the meaning of exam?

આ પરીક્ષાની (exam) મદદથી વિદ્યાર્થી (student) આ ત્રણ ગુણ શીખી શકે છે.

1) મર્યાદિત સમય
2) મહેનત વગરનો વિકલ્પ નથી
3) જ્ઞાન જ બધું છે

1) મર્યાદિત સમય

મર્યાદિત સમય દરેકના જીવનમાં છે. દિવસમાં 24 કલાક છે અને આ 24 કલાકમાં આપણે ઘણો સમય કોઈ વસ્તુ પાછળ ખર્ચ કરીયે છીએ. ઘણા વિચારો એવા હોય છે જેમાં આપણે કલાકોના કલાક પસાર કરીયે છીએ. કોઈપણ વસ્તુમાં મર્યાદિત સમય ઘણો મહત્વનો હોઈ છે. મર્યાદિત સમયની સાચી સમજ પરીક્ષામાં બેઠા વિદ્યાર્થીને (student) હોય છે. આ સમજ કોઈપણ વિદ્યાર્થીને (student) લેવી ખુબજ જરૂરી છે. મર્યાદિત સમય કોઈપણ વ્યકતિના જીવનમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે.

“સમય અમર્યાદિત છે, પણ માણસ પાસે મર્યાદિત છે”

સમય દરેક પરિસ્થિતિ માટે જવાબદાર છે. પણ સમયને માન આપ્યા વગર કોઈ વસ્તુ મળતી નથી સમયનો પણ એક સમય છે જે અત્યારે દરેક પાસે છે અને આજકાલમાં ઘણો સમય પસાર થઇ જાય છે. પરીક્ષાની આ પ્રણાલીમાં ઘણા વિદ્યાર્થી (student) એજ ભૂલી જાય છે કે પરીક્ષા માંથી આપણે ઘણું શીખી શકીયે છીએ. મર્યાદિત સમયના જો વિદ્યાર્થી સારી એવી રીતના સમજી જાય તો કોઈ દિવસ જીવનમાં વિદ્યાર્થી કાલ પર વસ્તુ નહિ છોડે. કોઈ દિવસ વિદ્યાર્થી કોઈ ખોટી વસ્તુ પર સમય પસાર નહિ કરે. મર્યાદિત સમય આપણી પાસે છે અને આ જાણકારી વિદ્યાર્થી સુધી પહોંચવી ઘણી જરૂરી છે. કોરોનાની આ મહામારીમાં વિદ્યાર્થીએ જોયું જ છે સમયની કેટલી કિંમત છે.

હેનરી ફિશલ(Henry Fischel)  આ વસ્તુ 19મી સદીમાં પરીક્ષા પ્રણાલીની મદદથી વિદ્યાર્થીને શીખડાવાનો પ્રયત્ન કર્યો પણ આજે વિદ્યાર્થીને બુદ્ધિના બદલે માર્ક્સ વધારવાના ચક્કરમાં આપણે વિદ્યાર્થીની સાચી ઓળખ તેમની પાસેથી ધીરે ધીરે ઓછી કરીયે છીએ.

2) મહેનત વગરનો વિકલ્પ નથી

2018માં ગુજરાતના એક નાના ગામમાં રહેતો એક યુવાન જે 16 વર્ષની ઉંમરે એક સપનું જોયું કે એક દિવસ હું પણ IPS ઓફિસર બનીશ. આ સપનું એ વ્યકતિએ જોયું હતું કે જેની ઘરની પરિસ્થિતિ ઘણી નબળી હતી. પણ કહેવાય છે ને “સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો”. આ વ્યકતિની કહાની કંઈક એવી જ હતી સખત મહેનત કરી અને અંતે 22 વર્ષની ઉંમરે તેમને ભારતની નહિ પણ વિશ્વની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી અને આખા ભારતમાં 570માં ક્રમાંકે તેમને પોતાનું સપનું IPS બનવાનું પૂરું કર્યું.

safin hasan

India youngest IPS officer

મહેનત દરેક વિદ્યાર્થી કરે છે પણ દરેક વિદ્યાર્થીનું મહેનત કરવા પાછળનું કારણ અલગ અલગ હોય છે. મહેનત કરવી એ પણ સાચી દિશામાં એ સૌથી જરૂરી છે. મહેનત સાચી દિશામાં એ કેવી રીતના ખબર પડે? એના માટે વ્યૂહાત્મક રીતે તમારે ત્યારી કરવી પડે. તમારે કોને કેટલો સમય આપવો, ક્યાં વિષયમાં નબળા છો અને ક્યાં વિષયમાં સારા છો એનું ખાસ ધ્યાન રાખવું અને કેવી રીતના આગળ વધી શકાય તેનું આખું માળખું બનાવું. સ્માર્ટ મહેનત કરો અને ધ્યેયને અનુલક્ષીને મહેનત કરશો તો ઘણો ફાયદો થશે.

3) જ્ઞાન જ બધું છે

જ્ઞાન કોઈપણ વ્યકતિ વિજય ત્યારે બને જયારે તેમની પાસે પૂરતું જ્ઞાન હોય કોઈપણ એક વસ્તુને લઈને. જ્ઞાન એક ખજાનો છે વિશ્વના પ્રસિદ્ધ લોકો આ જ્ઞાનને મેળવા માટે ઘણો પરિશ્રમ કરે છે પણ જયારે તેમનાથી ઓછા જ્ઞાન વાળા લોકો જ્ઞાન મેળવા માટે ના બરાબર પરિશ્રમ કરતા હોય છે. જ્ઞાન એટલું મૂલ્યવાન છે કે કોઈપણ વ્યકતિ જીવનમાં ભૂલ કરે અને તે સમય પર તેમનું બધું લૂંટાઈ જાય તો પણ તે ફરી પાછી દરેક વસ્તુ ઉભી કરવાની શ્રમતા ધરાવે છે.

સમાજમાં જ્ઞાનને લોકો બે વિભાગમાં વહેંચી નાખ્યા છે.

1) જો માર્ક્સ સારા આવશે તો જ એ વ્યકતિ જ્ઞાની હશે.

2) સંપત્તિના આધારે જ્ઞાની લોકો હંમેશા સપંત્તિમાં આગળ જ હોય.

બંને વાક્ય ક્યાંકને ક્યાંક ખોટાં છે અને તેમાં પણ 1 વાક્ય તો તદ્દન ખોટું છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માર્ક્સ સારા આવે એ જરૂરી નથી પણ જ્ઞાન મળવું જરૂરી છે. વિદ્યાર્થી જયારે જ્ઞાન મેળવા જાય ત્યારે તેના મનમાં પરીક્ષાનો ડરના હોય, જેનામાં નીડર બનીને કોઈપણ વસ્તુ શીખવાની ખુમારી હોય તેજ વિદ્યાર્થી આગળ વધી શકે.પરીક્ષાના પરિણામમાં હંમેશા વિદ્યાર્થીના ધારણા પ્રમાણે નથી આવતા ક્યારેક + અને – જેવી પરિસ્થિતિ હોય છે પણ હેનરી ફિશલ ના મતે પરીક્ષા એટલે લેવામાં આવે જેનાથી એ ખબર પડે કે વર્ષમાં વિદ્યાર્થી કેટલું શીખ્યો પણ સમાજએ આ વસ્તુને એટલી હદ સુધી વગોડી નાખી છે કે કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન અને માર્ક્સની વચ્ચેના અંતરને ભૂલી ગયો છે.

શિક્ષણ ફક્ત તમારા માટે પરીક્ષાઓ લખવા અને પાસ કરવા, સારી નોકરી અને સારા જીવનસાથી મેળવવા અને જીવન ટકાવી રાખવા માટે નથી.” – Martin Luther King Jr

Author Profile

Arjun Khunt
Arjun Khunt
Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

By Arjun Khunt

Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

You May Also Like…

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *