શું વિદ્યાર્થી નું મોત હતાશા, ડર અને તણાવ છે?

suicide, fear

November 16, 2020

વિદ્યાર્થીઓની આ હાલત માટે જવાબદાર કોણ છે? વિદ્યાર્થીઓનું જીવન શું એક ખેલ છે? આધુનિક જીવનમાં જો કોઈ મોટી સમસ્યા હોય તો એ છે ડર (Fear), તણાવ (Stress) અને હતાશા (Depression) જે વિદ્યાર્થી જીવનમાં 21મી સદીમાં વધી છે. હવે વિદ્યાર્થીઓને ડર છે કે કોરોના (Covid-19) ના પછી જીવન કેવું હશે? ભણવામાં, કાયમી જીવનમાં અને કારકિર્દીમાં શું અસર થશે? ફરી પાછાં ભણવામાં એજ પદ્ધતિ પાછાં આવી જશું કે નહિ? આ બધા વિચારો ને લીધે વિદ્યાર્થીઓમાં ડર (Fear), હતાશા (Depression) અને તણાવ (Stress) જોવા મળે છે.

ભારતની અંદર 2018 માં એક રિપોર્ટ રજુ કરવામાં આવેલ હતો. આ રિપોર્ટ NCRB (રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો) દ્વારા રજુ કરવામાં આવેલ હતો. જેમાં 2018 માં ભારતમાં કુલ આપઘાતની સંખ્યા 10,159 જે 2017 માં 9,905 અને 2016 માં 9478 ની તુલનામાં ઘણી વધારે હતી. એટલું જ નથી હજી 2019 માં ભારતમાં વિદ્યાર્થીઓની આપઘાતની સંખ્યા 10,335 હતી. જયારે આ સંખ્યામાં છેલ્લા 2005 થી 2019 સુધીમાં 27% નો વધારો થયો છે. આ એ સંખ્યા છે જે સરકારી ખાતામાં નોંધાયેલ હોય, તો હવે એક વખત વિચારો રિપોર્ટની બહાર કેટલી સંખ્યા હશે?  NCRB (રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો) નાં એક રિપોર્ટમાં ભારતમાં 1 જાન્યુઆરી 1995 થી 31 ડિસેમ્બર 2019 સુધીમાં ભારતમાં 1, 72,060 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. જાણીને તમને નવાઈ લાગશે કે 90% આપઘાત કરવા પાછળનું કારણ ડર (Fear), તણાવ (Stress) અને હતાશા (Depression) છે.

depression, fear, stress

Students problem

અહીંયા અત્યારે ડર (Fear),તણાવ (Stress) અને હતાશા (Depression) નાં કુલ પ્રકાર લખ્યા છે. જે વિદ્યાર્થી માં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ક્યારેક આમાંથી કોઈ પ્રકાર તમને વિદ્યાર્થીમાં દેખાઈ ને પણ આવે, તો તમે તેમને આ ઉપાય આપજો જેનાથી તમે પહેલા જે સંખ્યા વાંચી એમાં ધટાડો થાઈ અને દરેક વિદ્યાર્થી પોતાનું જીવન સારી એવી રીતના જીવી શકે.નીચેની સમજૂતીથી વિદ્યાર્થી અને તેમના માતપિતા ડર(Fear), હતાશા(Depression) અને તણાવ(Stress) વચ્ચે નો તફાવત સમજે અને તેમની સમજૂતીથી લે.

1) ડર (Fear)

1) પરિવર્તન થી ડર

  • દરેક વિદ્યાર્થીમાં કોઈક નવી વસ્તુ કરવાની ઈચ્છા હોય છે. દરેક વિદ્યાર્થીને જીવનમાં આગળ વધવું છે, તો દરેક વિદ્યાર્થીને નવી વસ્તુ શીખવાની લાગણી, પણ આ બધી વસ્તુ ની સમજ હોવા છતાં પણ ક્યાંક ડર છે એ ડર જ પરિવર્તન નો ડર છે.

ઉદાહરણ:- મારે ગણિતમાં આગળ વધવું છે, પણ કેવી રીતના? શું કરવું પડશે? મને જાત મહેનતે આવડી જશે કે કોઈ નો સહારો લેવો પડશે? જો હું પૂછીશ તો મને કોઈ ખીજાશે કે નહીં અથવા શીખવાડશે કે નહીં? આટલા બધા સવાલો ની વચ્ચે મારે ગણિત શીખવાનું ભુલાઈ ગયું અને તેના સિવાયના કારણો હવે મન માં ચાલવા લાગ્યા. જેનાતી આપણું મગજ બીજી જગ્યા પર પોંહચી ગયું અને તેના લીધી નવું વસ્તુ શીખવામાં વિદ્યાર્થી ડરે છે.

નિરાકરણ:- જે સમય પર જે વિષય અથવા નવું કાંઈ પણ શીખવા મળે તે સમય પર એ વિષય અથવા નવી કોઈ પણ વસ્તુ શીખી લેવી. “ડર વગર શીખેલું ક્યારેય ભુલાતું નથી.”

2) અલગ થવાનો ડર

  • વિદ્યાર્થીને હંમેશા કોઈ વસ્તુ થી અથવા તો કોઈ વ્યકતિ થી અથવા તેમની મનપસંદ જગ્યા પરથી અલગ થવાનો ડર હોઈ છે.આ ડર 100 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. જેનાથી વિદ્યાર્થી પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું.

ઉદાહરણ:- કોઈ વિદ્યાર્થી પોતાનામાં જરૂર કરતા વધારે ખોવાઈ જાય છે અથવા બેચેન રહેતું હોય અથવા કોઈ વસ્તુ બોલતું જ ના હોઈ આવા વિદ્યાર્થી બ્વજ ભાવનાત્મક હોય છે.

નિરાકરણ:- આવા વિદ્યાર્થીને ઘરમાંથી થોડો વધારે પ્રેમ આપવાની જરૂર હોઈ છે. એમને એક ખાસ રીતના વાતાવરણની જરૂર હોઈ છે, જેમાંએ પોતાને સુરક્ષિત અનુભવ કરે. અથવા તમે કોઈ કારકિર્દી સહલાકાર ની સલાહ લઇ શકો છો.

3) ગુનાઓનો ડર

  • ઉંમર 14 થી 25 વર્ષ ના વિદ્યાર્થી જાણી જોઈ ને અથવા અજાણ્યા ઘણી ભૂલો કરતા હોઈ છે. કોઈ ભૂલ ક્યારેક વિદ્યાર્થી એટલી ઊંડાણ પૂર્વક લે છે,  કે તે એ ભૂલમાં ને ભૂલમાં આગળ વધતા જાય છે.

ઉદાહરણ:- ઘરમાંથી પૈસા ની ચોરી કરવી, ધૂમ્રપાન કરવું અથવા મારામારી કરવી જેવી ભૂલો છે. દરેક વ્યકતિ ને ગુસ્સો આવતો હોઈ છે પણ એ ગુસ્સો જયારે એની હદ પાર કરે ત્યારે એ ગુના માં પરાવર્તિત થાઈ છે.

નિરાકરણ:- રોજે સાંજે 15 મિનિટ તમે તમારા બાળક સાથે બેસો અને બાળકને તમે પૂછું કે ભણવાનું કેવું ચાલે છે કોઈ તકલીફ તો નથી ને? અથવા એમની ભૂલો જોઈ જાવ તો તેમને પેલા શાંતી થી સમજાવો જેનાથી એ બીજી કોઈ ભૂલ કરવા પેલા વિચારે.

4) જાહેરમાં બોલવાનો ડર

– જાહેરમાં બોલતા ડરવું એ વિદ્યાર્થી જીવનનો 2 નંબર નો સૌથી મોટો ડર છે.જાહેરમાં કેવી રીતના બોલવું શું બોલવું, આ દરેક વસ્તુ વિદ્યાર્થીને સમજવી બ્વજ મુશ્કેલ થઇ ગઈ છે. જેનાથી વિદ્યાર્થી નવું નથી શીખી શકતો, નથી નવું બોલી શકતો. સમાજમાં કોઈ વિદ્યાર્થીનો અવાજ ધીરો હોઈ અથવા કોઈ તોતળુ બોલતા હોય, તો એ જાહેરમાં નથી બોલી શકતું તેવી ખોટી માન્યતા ભરી છે. જયારે આવી રીતના વિદ્યાર્થી આ વસ્તુ થી ડરી ને જાહેરમાં બોલવાનું ટાળે છે. આવી પરિસ્થિતિમાં આપણે વિદ્યાર્થીને મદદ કરવી જોઈએ અને તેમને પણ બીજા બધા વિદ્યાર્થીની સાથે મેળવી ને એમને પણ જાહેરમાં બોલવાની કલા શીખડાવી જોઈએ. આનાથી વિદ્યાર્થીની અંદર આત્મવિશ્વાસ આવશે અને તેમને જાહેરમાં બોલવાનો ડર દૂર થશે.

5) નિષ્ફળતાનો ડર: –

દરેક વિદ્યાર્થી કોઈ નવી વસ્તુ માટે બન્યા છે.દરેક વિદ્યાર્થીની અંદર કોઈ ખાસ કલા છે. પણ એ ને સમજવા પેલા વિદ્યાર્થીને એક વસ્તુ સમજવી બ્વજ જરૂરી છે કે સફળતા અને નિષ્ફળતા વચ્ચે એક જ રસ્તો છે અને એ છે મેહનત.ક્યારેક વિદ્યાર્થી બ્વજ મેહનત કરી હોઈ છે પણ ધારે એવું પરિણામ નથી મળતું અને ક્યારેક એવું પણ થાઈ છે કે વિદ્યાર્થી બ્વજ મેહનત ના પણ કરે પણ ધારે એના થી વધારે જ સારું પરિણામ મળે છે. પણ એક હકીકત તો એ છે આવું માત્ર 5% વિદ્યાર્થી સાથે થાઈ છે. વિદ્યાર્થી ક્યારેક તેમના પરિણામો ને લઇ ને એટલા ચિંતામાં આવી જતા હોઈ છે કે શું કરવું અને કેવી રીતના કરવું એ ખબર નથી રહેતી. આવા સમય પર સૌથી પેલા થોડી વાર માટે સુઈ જાવ અને આરામ કર્યા પછી શાંતી થી બધી વસ્તુ ને વિચારો અને તમને જાણી ને નવાઈ લાગશે કે તમે ચિંતા તો ખાલી ખોટી કરતા હતા.

નિરાકરણ:- ક્યારેક કોઈ વસ્તુ નું સમાધાન એમાં જ હોઈ છે. તો જયારે પણ આવું લાગે કે હવે તમે નિષ્ફળ છો ત્યારે એકવાર તેમની ચિંતા ને બાજુ માં મૂકી ને તે ઘટના નું ચિંતન કરજો, કારણકે ચિંતા એ ચિતા સમાન હોઈ છે. તેમાં કોઈ પણ વ્યકતિ હોઈ નાનો કે મોટો બધાંને માટે એક જ સમાન હોઈ છે.

2) હતાશા (Depression)

– હતાશા અને તણાવ ને સમજીયે જેનાથી વિદ્યાર્થી પોતાની રીતે પોતાનું ધ્યાન રાખી શકે. તેમાં તેમના માતપિતા પણ એમનો સાથ આપી શકે.

હતાશા:- 15 થી 29 વર્ષની ઉંમર ધરાવતા કોઈપણ વ્યકતિ હતાશમાં હોય છે. પણ શું એ હતાશા કોઈ ના માટે મૂર્ત્ય નું કારણ બની શકે છે? હતાશા એવી એક બીમારી છે જેનાથી વ્યકતિ ગમે તેટલો સારી જિંદગી જીવતો હોઈ છતાં પણ કોઈ જગ્યા પર એ વ્યકતિ કોઈ રીતના હેરાન હોય છે.વિદ્યાર્થી જીવનની હું વાર્ત કરું તો અહીંયા કોઈ પણ વિદ્યાર્થી કોઈને કોઈ જગ્યા પર હતાશ છે. વિદ્યાર્થી ભણવામાં અથવા જિંદગીમાં અથવા કારકિર્દીનું વિચારીને હતાશામાં રહેતા હોય છે.

હતાશાવાળા વિદ્યાર્થીનું જીવન આ રીતના સમજી શકાય છે. હતાશામાં વિદ્યાર્થી, નાં કરવાનું કરી લેતો હોઈ છે. હતાશામાં વિદ્યાર્થી કોઈ વસ્તુ ને સમજી નથી શકતો, વિદ્યાર્થી માટે નવી કોઈ વસ્તુ શીખવી ઘણી અલગ પડી જાય છે. હતાશાને લીધે કોઈક જ વિદ્યાર્થી હશે જે આ બીમારી નો શિકાર ના થયો હોઈ. મોટા ભાગે વિદ્યાર્થીને ખબર નથી હોતી કે એ હતાશા નો શિકાર ક્યારે થયો છે. હતાશા કોઈ વિદ્યાર્થી માટે બ્વજ હાનિકારક સાબિત થાઈ છે. હતાશા વિદ્યાર્થી ને અમુક પરિસ્થિતિ માં જ આવે છે.

1) પરીક્ષામાં નપાસ થવું અથવા ઓછા માર્ક્સ ને લીધે

2) ઘર ની અંદરથી ફેમેલી(ઘરના લોકો) નો સરખો પ્રેમ નાં મળવો

3) શાળામાં મિત્ર સાથે અથવા કોઈ ખાસ વ્યકતિ સાથે મતભેદભાવ થવાથી

4) ભણવામાં સમસ્યા હોવી, અથવા કોઈ વસ્તુ ને લઇ ને મુંજાળો થવો

5) ઘરમાં વડીલો નો ઝગડો પણ વિદ્યાર્થીને હતાશામાં મૂકી શકે છે.

વિદ્યાર્થીઓને અને તેમના ઘરનાં લોકો અને શાળાનાં સંચાલકો ને ખાસ ધ્યાનમાં લેવા જેવી વાર્ત, આ દરેક મુદ્દા દરેક વિદ્યાર્થીને લાગું પડે છે. આવા સમય પર જ્યાં વિદ્યાર્થીનું માનસિક સંતુલન કોરોના પેલા પણ જો આ રીતનું હતું તો હવે કોરોના માં માનસિક રીતે થાકી ગયેલા વિદ્યાર્થી કે જેને એ પણ નથી ખબર કે હવે એ પોતાના દૈનિક જીવનમાં પાછા કેવી રીતના આવશે. વિદ્યાર્થી જે બ્વજ ભાવનાશીલ અથવા નાની-નાની વસ્તુ ને લઇ ને ઉપાદી કરવા વાળા વિદ્યાર્થી માટે હતાશા માંથી બહાર અઘરું છે. હતાશા એક એવી બીમારી છે જે ને દૂર કરવી બ્વજ જરૂરી છે. અહીંયા નિરાકરણ માટે હું તમને મારા અનુભવ અને સંશોધન થી 4 મહત્વ ના નિર્દેશો બતાવું છું જે નો ઉપયોગ ઘર બેઠા વિદ્યાર્થી પણ કરી શકે છે અને તેમનું પરીવાર તેમની મદદ કરી શકે છે.

1) હતાશા ને પહેલા ઓળખો અને પછી એ પ્રમાણે આગળ તેમનાં ઉપાય કાઢવા

ઉદાહરણ:- વિદ્યાર્થીનું હતાશા પાછળનું કારણ ભણવાને લીધે, કારકિર્દીનાં ટેન્શન ને લીધે અથવા જીવનનાં કોઈ સામાજિક અવસ્થા ને લીધે મોટા ભાગે વિદ્યાર્થી હતાશામાં હોય છે. આ વિદ્યાર્થી ને રોજે આખા દિવસ માં 15 મિનિટ માટે એકલા ચાલવું અને તેની સાથે કોઈ સારી એવી વસ્તુ ને સાંભળવી.

2) કોઈ સારી એવી પ્રવૃત્તિ કરવી પણ એ 5 જ મિનિટ ની હોવી જોઈએ અને આ પ્રવૃત્તિ માત્ર શાળા માં જ કરવાની છે.

ઉદાહરણ:- બ્રેક(નાસ્તો કરવાનો સમય) ત્યારે તેમાં થી 5 મિનિટ બચાવી ને કોઈ મસ્ત ચિત્ર બનાવો અથવા તમને જે યોગ્ય લાગે એ પ્રવૃત્તિ કરો. પણ યાદ રાખવું તમારી પાસે 5 જ મિનિટ છે.

3) બોલવાનું નથી ગમતું અથવા કોઈ ની સાથે વાર્ત કરવાની મજા નથી આવતી.આવા સમય પર તમને એવું પણ લાગશે કે તમને કોઈ કાંઈ બોલતું નથી, કોઈ તમને વ્હાલ નથી કરતું ત્યારે તમે ઘર માં કોઈ પણ એક સદસ્ય ને પોતાના મિત્ર માની ને અથવા કોઈ સહલાકાર સાથે વાર્ત કરી ને મનને હરવું કરવું. ઘરનાં કોઈપણ સદસ્ય અથવા સહલાકાર સાથે વાર્ત કરી ને એમનું નિરાકરણ શોધો.આ પ્રવૃત્તિથી તમને હતાશા માંથી બહાર આવામાં સરળતા લાગશે.

4) હતાશા વાળા વિદ્યાર્થી મોટે ભાગે કસરત કરતા હોઈ છે અથવા વહેલી સવારે ધ્યાન ઘરતા હોઈ છે.

આ દરેક ઉપાય એ કાયમી રીતના તમે અમલ કરી શકો છો અને પોતાની મદદ પોતે જ કરી શકો છો.

3) તણાવ (Stress)

તણાવમાં વિદ્યાર્થી નિર્ણય લેવા માં ભૂલ હોય છે.તણાવમાં વિદ્યાર્થી કોઈ એક વસ્તુ ને લઇ ને બીજી વસ્તુ બગાડતો હોઈ છે. જેમકે,વિદ્યાર્થી ભણવામાં નબળો છે અથવા તો ભણવામાં હોશિયાર છે પણ હોશિયાર વિદ્યાર્થી જયારે તણાવમાં હોય, ત્યારે વિદ્યાર્થી ક્યારે નબળો વિદ્યાર્થી બની જાય એ વિદ્યાર્થી ને પણ ખબર નથી રહેતી. જયારે નબળો વિદ્યાર્થી તણાવમાં હોઈ ત્યારે એ વિદ્યાર્થી ભણવાને લીધે તણાવ માં હશે તો એ હોશિયાર બનશે અને જો બીજી કોઈ વસ્તુ ને લઇ ને નબળો વિદ્યાર્થી હશે તો એ વિદ્યાર્થી પોતાના સામાજિક જીવન માં ક્યાંક પાછળ રહી જશે. ટૂંક માં તણાવ એટલે ઉલટ-સુલટ નો ખેલ.જીવન માં બધી વસ્તુ હોવા છતાં ખુશ નથી રહી શકતો. તણાવ વાળા વિદ્યાર્થી ને અને તેમના ઘર ના લોકોને અથવા શાળાનાં સંચાલકોને નક્કી કરવું જરૂરી છે કે વિદ્યાર્થી તણાવ માં છે તો શું કારણ છે અથવા વિદ્યાર્થી તણાવમાં જ છે કે પછી હતાશામાં છે.

કારણકે હતાશા અને તણાવ બંને એકજ જેવા છે પણ બંને છે તો અલગ જ અને અલગ હોવાને કારણ વિદ્યાર્થી ને એવું લાગે કે વધારે પડતા વિચારો ને લીધે આવું થતું હશે અથવા હતાશા ને લીધે તણાવ માં હશે. આ વસ્તુ બંને ખરેખર રીતના સાચી કહી શકાય કારણકે વિદ્યાર્થી જીવન માં ડર ને લીધે વિદ્યાર્થી તણાવ માં આવી શકે અને એમાં વધારે પડતા વિચારને લીધે વિદ્યાર્થી હતાશામાં પણ આવી શકે છે.તણાવ નું કાયમી નિરાકરણ ના થઇ શકે કારણકે વિદ્યાર્થીને તણાવ તો કોઈક ને કોઈક જગ્યા પર હોઈ છે. તણાવ નું નિરાકરણ નથી પણ તણાવ વાળી પરિસ્થિતિમાં થી બહાર આવા માટે ના ઘણા ઉપાય છે. અહીંયા હું તમને 3 સરળ અને અસરકારક એવા ઉપાય રજુ કરું છું.

1) તણાવમાં હોવ ત્યારે દહીં ની એક ચમચી ખાઈ લેવી.

કારણકે, દહીં થી વિટામિન C મળે અને જેનાથી મગજ શાંત થાઈ છે.નવા વિચારો માટે મગજ ખુલે છે એટલે દહીં ખાવું અને આમ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ દહીં અને સાંકળ ખાઈ ને કોઈ પણ નવી વસ્તુ ની શરૂઆત કરવાની હોઈ છે પણ આજ વસ્તુ અહીંયા તણાવ માં તમને મગજને શાંત કરવાની શક્તિ આપે છે.

2) તણાવ ને ઓળખીને કોઈ નિર્ણંય લ્યો.

કારણકે, તણાવ ને ઓળખીને જ તમે કોઈ વસ્તુ ને સચોટ દિશામાં લઇ જઈ શકો છો. જેમકે, કોઈક વિદ્યાર્થી ને જીવનમાં સમસ્યા છે, કે કોઈ વસ્તુ અથવા વ્યકતિ પર લાંબો સમય ટકી શકતા નથી તો એમની સમસ્યા અહીંયા સચોટ થઇ કે એ સામાજિક જીવન અથવા કોઈ કારકિર્દીના નિર્ણય માં ટકી નથી શકતા તો અહીંયા એ વસ્તુ ને લીધે વ્યકતિ તણાવમાં છે. આવી પરિસ્થિતિ માં કોઈ કારકિર્દી સહલાકર ની મદદ લેવી જોઈએ.

3) તણાવમાં એટલું જ કાર્ય કરો જેટલું તમે કરી શકો છો.તણાવમાં પૂરતી ઊંઘ લ્યો.

આ સામાન્ય રીતો છે જેનાથી તમે તમારી જાતે તણાવ થી બચી શકો છો. અહીંયા મેં તમને મારા અનુભવ અને મારા વાંચન થી અને સંશોધન થી ડર(Fear), હતાશા(Depression) અને તણાવ(Stress) માં સમજૂતી આપી છે. તેમ છતાં વિદ્યાર્થી અથવા તેમના માતપિતા અને શાળા વધારે સારા એવા અને ઝડપી પરિણામ મેળવા માટે અમારો સંપર્ક કરી શકો છો.

અહીંયા આ વાંચન થી વિદ્યાર્થી અને તેમના પરીવાર જણો શું શીખ્યા એ ટૂંકી વાર્ત

1) ડર ના પ્રકાર અને તેના ઉપાય

2) હતાશામાંથી બહાર અવાના ઉપાય 

3) તણાવ ની પરખ અને સરળ અને અસરગ્રસ્ત ઉપાય

4) ડર(Fear), હતાશા(Depression) અને તણાવ(Stress) વચ્ચે નો તફાવત અને તેને ઓળખવની રીત

5) વિદ્યાર્થી ની સમસ્યા નું સરળ ભાષામાં સમજ

અહીંયા આ આર્ટિકલનાં અંતમાં એક વિડિઓ રજુ કરેલ છે.આ વિડિઓ ખાસ કરીને વિદ્યાર્થી ને જોવા લાયક છે.

Author Profile

Arjun Khunt
Arjun Khunt
Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

By Arjun Khunt

Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

You May Also Like…

4 Comments

  1. erotik

    Very good article. I absolutely love this site. Thanks! Anet Asher Bordiuk

    Reply
  2. Rafael

    It’s difficult to find experienced
    people on this topic, but you seem like you know what you’re
    talking about!
    Thanks

    Reply

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *