સમયનો (Time management) ઉપયોગ કેવી રીતના અને ક્યાં કરવો ખુબજ જરૂરી છે. જયારે તમે પોતાના માટે સમય નથી આપી શકતા તો પછી તમે તમારા કામમાં 100% કેવી રીતના આપી શકો? સમય એટલે શું? અને સમયનું વ્યવસ્થાપન (Time management) કરવું આ બંને ખુબજ અલગ છે. સમયને નથી ઓળખી શકતો સારી એવી રીતના પણ જો સમયને ઓળખી ગયા તો સફળતા મળવી ખુબજ સરળ બની જશે.
સમયને કેવી રીતના ક્યાં ઉપયોગ કરવો અને કેટલો સમય કોની પાછળ આપવો એ જાણવું ખુબજ જરૂરી છે. સમય કોઈ દિવસ કોઈની રાહ નથી જોતો પણ સમય હંમેશા કઈને પણ નથી આવતો. સમયનું મૂલ્ય જાણવું ખુબજ જરૂરી છે. સમયનું મૂલ્ય આજના સમયમાં સોનાં કરતા પણ વધારે કિંમતી છે. પહેલા તો એ સમજી લઈ કે સમય એટલે શું? સમય એટલે આખા દિવસની 24 કલાક અને સમયનું વ્યવસ્થાપન (Time management) એટલે કે કેવી રીતના 24 કલાકનો ઉપયોગ કરવો. સમય વ્યવસ્થાપનનો મતલબ એજ થાઈ છે કે કેવી રીતના તમે સમયનો ઉપયોગ સારી એવી રીતના કરી શકો છો. જેમકે દિવસમાં કામ તો દરેક લોકો કરે છે પણ તણાવની સાથે કામ કરે છે. હવે એવું તો શું કરીયે જેનાથી કામમાં તણાવ ના લાગે. તણાવ વગર સારી એવી રીતના 100% ધ્યાન આપીને કામ કરવું તેને તો સમયનું વ્યવસ્થાપન (Time management) કહેવાય છે.
હું તમને અહીંયા અમુક સાધનો અને પ્રવૃત્તિઓ વિષે જાણ કરીશ જેની મદદથી તમે સમયને સારી એવી રીતના મેનેજ કરી શકશો.
1) Evernotes
– આ સાધનનો છે જેને આપણે ફ્રીમાં ઉપયોગ કરી શકીયે છીએ. Evernote આપણા Phone માં Install કરવું પડે છે. જેમાં તમે આખા દિવસમાં શું કરશો કેવી રીતના કરશો, કેટલો સમય આપશો, ક્યારે કેટલા વાગે શું કામ કરવાનું છે જેવી નાની મોટી દરેક વસ્તુ તમે લખીને ગોઠવણી કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે અહીંયા Download Link આપવામાં આવી છે. અહીંયા તમે પોતાના કોઈ કામના ફોર્મ પણ મૂકી શકો છો અને તેને સાચવી પણ શકો છો. આનાથી ફરક એ પડશે કે તમે સમયને સાચવતા થઇ જશો અને દિવસનું શું કામ ક્યારે કરવું અને તણાવ વગર સારા એવા કામમાં ધ્યાન ખેંચાશે. તમારો ઘણો સમય બચી જશે દરેક વસ્તુમાં અને તેનાથી તમે દિવસમાં પોતાના માટે પણ સમય આપતા થઇ જશો.
2) SMART રીતનો ઉપયોગ કરો
- S એટલે Specific (ચોક્કસ), M એટલે Measurable (માપી શકાય તેવું), A એટલે Attainable (જેમાં હાજરી આપી શકીયે), R એટલે Relevant (સુસંગત), and T એટલે Timely (સમયસર). આ પદ્ધતિનો ઉપયોગ કરવો જેનાથી તમે સમય વ્યવસ્થાપન સારી એવી રીતના કરી શકો. પદ્ધતિનો ઉપયોગ સારી એવી રીતના કરવા માટે સ્વયં પ્રોત્સાહનની ઘણી જરૂર પડશે. શું થાઈ આ 5 શબ્દનો મતલબ?
- Specific (ચોક્કસ): -કોઈપણ એક જ કામ એક સમય પર કરવું જેનાથી આપણે તે કામમાં ચોક્કસ રહીયે.
- Measurable (માપી શકાય તેવું): -કામને માપી શકાય એ રીતનું હોવું જોઈએ. એટલે કે નક્કી કરેલું કામ થાઈ છે કે નથી થતું તેની જાણકારી મળે અથવા ક્યારે અને કેવી રીતના કામ થશે તેની જાણકારી મળવી જોઈએ.
- Attainable (જેમાં હાજરી આપી શકીયે): -પ્રયાસ એવો કરવો કે તમે દરેક કામ, જે તમે આખા દિવસમાં નક્કી કર્યા છે એ કરી શકો.
- Relevant (સુસંગત):- તમારું દિવસ દરમ્યાનનું કામ તમને તમારા જીવનમાં કંઈક શીખવા મળે તે રીતના હોવું જોઈએ.
- Timely (સમયસર):- દરેક કામને પૂરું કરવા માટે એક માર્યાદિત સમય નક્કી કરો. ભાવનાત્મક બુદ્ધિને ધ્યાનમાં રાખીને નહિ પરંતુ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સમયસર નક્કી કરવું.
3) તમારી આદત બદલો
– કોઈપણ વસ્તુ ત્યારે જ સુધરે જયારે તમે જૂની વસ્તુને બદલી કરી શકતા હોય. બદલી કેવી રીતના કરવામાં આવે તે જાણવું બવજ જરૂરી છે. તમારા સવારના કાર્યકમથી લઈને સાંજના ફ્રી થઈને શાંતીથી બેસવાનો સમય. જમવા પણ પરિવર્તન કરવું જરૂરી છે. તમારે સવારે નક્કી કરવાનું કે આજે મારા માટે સૌથી મહત્વનું કયું કામ છે અને કયું કામ મહત્વનું નથી. જયારે આપણે ખબર હોઈ કે કયું કામ મહત્વનું છે અને કયું કામ મહત્વનું નથી ત્યારે કોને કેટલો સમય આપવો તેની જાણ થઇ જાય છે. આપણે આ દરેક વસ્તુની વચ્ચે એક વસ્તુ ભૂલી ગયા છીએ કે કોઈ બે કામની વચ્ચે થોડો સમયનો વિરામ લેવો જોઈએ.એટલે સરળ ભાષામાં સમજીએ તો જૂની કોઈપણ વસ્તુ જે તમારા સમયને મેનેજ કરવામાં સમસ્યા ઉભી કરે તેને ઓછી કરવી અથવા તેની બદલી કરવી એજ શાણપણું છે.
4) કામ સરળ બનાવો અને ઉત્સાહી બનો
– કોઈપણ કામને કરવાની બે રીત હોય પહેલી સરળ અને બીજી મહેનત વાળી. હવે જયારે આપણી પાસે પૂરતા વિકલ્પ હોય ત્યારે સખત મહેનતને સરળ બનાવી દેવાની. સખત મહેનત કરવી એ સારી વાત છે પણ તેમાં પણ બુદ્ધિથી મહેનત કરવી ખુબજ જરૂરી છે. સરળ મહેનત સીધી નથી મળતી તેની શોધવી પડે છે. સરળ મહેનત કરવાથી સમય પણ બચી જશે અને 100% કામ પણ સારું કરી શકાશે. કામમાં ઉત્સાહ સારો એવો હોઈ તો કામ કરવાનો આનંદ પણ આવે છે. એટલે હંમેશા ઉત્સાહમાં રહો અને કામને સારી એવી રીતના કરતા જાવ.
કોઈપણ કામને સમજવા માટે 2 વસ્તુ જરૂરી છે. 1) તે કામ જયારે મળે ત્યારે તેને 100% સમજી લેવું અને તેને તમે સરળ કેવી રીતના બનાવી શકો છો એ તમારે કરવાનું છે 2) જયારે તે કામના સરળ રસ્તા મળે ત્યારે તેના માટે સમયને મેનેજ કરવાનું ચાલુ કરી દેવું.
વિદ્યાર્થીઓને પણ આ સમાન વસ્તુ લાગુ પડે છે. વિદ્યાર્થીને સમય વ્યવસ્થાપન શીખવું જોઈએ. વિદ્યાર્થીઓ સમય વ્યવસ્થાપનનો સાચો ઉપયોગ ભણવામાં કરે તો તેમના જીવનમાં ઘણા ફેરફાર સરળતાથી થઇ જાય છે. વિદ્યાર્થીને શું કરવું અને શું ના કરવું એની સમજ હોવી બવજ જરૂરી છે. વિદ્યાર્થી જયારે પોતાને સમય આપશે, પોતાના વિકાસનું વિચારશે ત્યારે વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી કરતા એક કદમ આગળ આવશે. વિદ્યાર્થી સમયને મેનેજ કરવા માટે અહીંયા આપવામાં આવેલી 4 રીતોનો ઉપયોગ કરવાનો છે અને તેની સિવાય 3 મહિના માટે દરેક વસ્તુ માંથી વિરામ લઇ લેવાનો છે.
જેટલી નાની ઉંમરે રોકાણ કરીયે એટલું વધારે સારું ભવિષ્ય, તેમજ જેટલું વહેલું સમય વ્યવસ્થાપન કરીએ તેટલું સારું વર્તમાન
Author Profile
- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
- Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
- Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
- Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
- Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
“First Ever” Complete In-Video Checkout System for WordPress – https://bit.ly/3l0fgwr
How he makes $1,300 per day – http://2dr.eu/TXfqhI