How to increase brain power

increase brain power in child

April 24, 2021

(How to increase brain power) મગજની શક્તિ કેવી રીતે વધારવી? મગજની અંદર ચાલતી ઘણી ગતિવિધિઓ એવી હોઈ છે કે જેની કોઈની સામે તુલના કરવામાં આવતી નથી. દિવસમાં 70,000 જેટલા વિચારો આવે છે અને એક મિનિટમાં 48.6 વિચારો આવે છે અને આ વિચારોની કોઈ હદ નથી. આ વિચારો સારા પણ હોય શકે અને ખરાબ પણ હોય શકે. વિચારો ઘણા બધા આવે છે પણ તે વિચારો ક્યારેક તમને એવા સ્તર પર મૂકી દેતા હોય છે કે જેનાથી તમે પોતાને એક અલગ વ્યકતિ માનવા લાગો છો. મગજની ક્ષમતા(brain power) વધારવી બવજ જરૂરી છે. મગજની ક્ષમતા(How to increase brain power) વધારવા માટે અહીંયા હું તમને 5 રીત બતાવું છું જેનાથી તમે પોતાના મગજની ક્ષમતા(How to increase brain power) વધારી શકો છો.

1) Power nap (ઝોકું)

2) Bilinguals (દ્વિભાષી)

3) Diet & Yoga (આહાર અને યોગ)

4) Solve puzzle (કોયડાઓ હલ)

5) Self-Assessment (સ્વાવલોકન)

આ 5 રીતોની મદદથી તમે પોતાના મગજની ક્ષમતા વધારી શકો છો. મગજની ક્ષમતા વધી છે કે નહિ તે જાણવા માટે Self-Assessment  કરવું ઘણું જરૂરી છે.

1) Power nap: –

દિવસમાં 10 થી 20 મિનિટની એવી ઊંઘ જે કરવાથી તમારું મગજ અચાનક ખુલી જશે. કોર્નેલ યુનિવર્સિટીના એક સંશોધન મુજબ એવું સિદ્ધ કરવામાં આવ્યું કે દિવસમાં જો કોઈ વ્યક્તિ 10 થી 20 મિનિટ ઊંડાણ વાળી ઊંઘ લે તો તેમને પોતાના કાર્યમાં વધારે સારું પરિણામ મળે છે. આપણે ગુજરાતી લોકો આ વસ્તુને ઝોકું કહીએ છીએ. પણ અહીંયા એક ફરક છે કે ઝોકું આવી ગયા પછી ખબર નથી રહેતી સમયની અને વધારે સમય સુધી સુવાઈ જવાઈ છે. આવું જયારે થાઈ ત્યારે શું કરવું? આ પદ્ધતિમાં તમારે જમ્યા પછી રોજે 20 મિનિટ સુઈ જવાનું છે અને ફરી પાછું તમારે તમારું કામ ચાલુ કરવાનું છે. શરૂઆતમાં થોડા દિવસ અથવા મહિનો ઊંઘ નહિ આવે પણ મગજને રોજે 20 મિનિટ શાંતિ આપવાથી આપમેળે મગજ ટેવાઈ જશે અને 20 મિનિટ તમે બેઠાં બેઠાં પણ ઊંઘ લઇ શકશો.

અલર્ટ મશીનનો ઉપયોગ કરવો અથવા 20 મિનિટમાં સૂઈને જાતે ઉભા થઇ જવું. વિજ્ઞાન એવું માને છે કે કોઈ વ્યકતિજો Power napનો ઉપયોગ કરે તો તેની મગજની ક્ષમતામાં વધારો કરી શકાય છે. મગજની ક્ષમતામાં, તેની વિચાર ધારણામાં, ઘણો બદલાવ આવે છે. પણ આ વસ્તુ દિવસમાં એક જ વખત કરી શકાય છે. મગજની ક્ષમતામાં વધારો થવાથી ફાયદાઓ ઘણા થાય છે.

1) મગજની ક્ષમતામાં વધારો થવાથી વ્યકતિનું કાર્ય સુધરશે અને કામની શક્તિમાં બવ સારી એવી રીતના વધારો થશે.

2) મગજની ક્ષમતામાં વધારો થવાથી તમે સારી એવી રીતના પોતાના સમયના માળખાને અનુસરી શકશો.

2) Bilinguals (દ્વિભાષી):-

દ્વિભાષી મારા મતે એક એવી વસ્તુ છે જે કરવાથી વિદ્યાર્થીમાં ઘણું પરિવર્તન આવી શકે છે. દ્વિભાષી એટલે નામમાં જ કર્મ છે. દ્વિભાષી એટલે કોઈપણ બે ભાષા. જેમકે ગુજરાતી ભાષાની સાથે હિન્દી ભાષા પણ ખરેખર એવું નથી. દ્વિભાષી એટલે કોઈપણ એવી એક ભાષા કે જે તમે શીખશો બોલતા, વાંચતા, અને લખતા. જેમકે ગુજરાતી ભાષાની સાથે સ્પેનની ભાષા.

દ્વિભાષીની આતો મજા છે. કોઈ એવી ભાષા શીખવી જે શીખવાથી તમે પોતાના મગજને એક જગ્યા પર 100% એકાગ્રત કરતા શીખશો. દ્વિભાષી ભાષા વિદ્યાર્થીએ શીખવી જોઈએ જે ભવિષ્યમાં કામ આવે અને જે શીખવામાં આનંદ પણ આવે. દ્વિભાષી ભાષા વિદ્યાર્થીને થોડા દિવસ મુશ્કેલ પણ લાગશે. દ્વિભાષી કોઈપણ સમય પર વિદ્યાર્થી શીખી શકે છે. દ્વિભાષી કોઈપણ ઉંમરે શીખી શકાય છે. જો તમે કોઈપણ ઉંમરે મગજની ક્ષમતા વધારવા માંગતા હોય તો આ  દ્વિભાષી રીતથી ઘણી મદદ મળી શકે છે.

how to boost mind

How to increase brain power
how to increase brain memory

3) Diet & Yoga (આહાર અને યોગ):-

આહાર અને યોગ બંને મગજના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે. આહાર અને યોગ શરીરમાં ઘણા ફાયદા કરાવે છે. આહાર કેટલી વખત લેવો? કયો આહાર લેવો? આ બે મુખ્ય સવાલો છે. આહારના નિષ્ણાતોનું એવું માનવું છે કે આહાર જીવનમાં ઘણો કામ આવે છે. આહાર તમને 100% તંદુરસ્ત બનાવે છે.  આહાર લેવામાં પણ કાળજી લેવી કે કયો આહાર કેવી રીતના કેટલા સમયમાં લેવો. આહાર હંમેશા આપણી આશા પ્રમાણે લેવો જેમકે અત્યારે અહીંયા મગજના વિકાસ માટે વાત થાઈ છે તો આપણે અહીંયા મગજના વિકાસ માટે આહાર કયો લઇ શકાય તે જોઈશું. મગજના વિકાસ માટે આ 3 આહાર અને યોગ કરવાથી ઝડપથી પરિણામ મળે છે.

1) લીલા, પાંદડાવાળા શાકભાજી

2) અખરોટ

3) ચા અથવા કોફી

1) લીલા, પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજી મગજ માટે બવ સારા હોય છે દિવસમાં રોજે 1 વખત તો લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી શરીર માટે પણ એટલા જ સારા છે. લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથી વિટામિન k, લ્યુટિન, ફોલેટ અને બીટા કેરોટિન મળે છે જે નિષ્ણાતોના મતે મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

2) અખરોટ

અખરોટ મગજ અને હૃદય બંને માટે ખુબજ સારા છે. અખરોટનું સેવન સવારે દૂધ સાથે કરવાથી ઘણો ફાયદો થાઈ છે.

3) ચા અથવા કોફી

ચા અથવા કોફી બંને માંથી કોઈપણ એક વસ્તુ અથવા તો બંને પણ લઇ શકો છો. કેફીન જે ચા અને કોફી બંનેમાં છે. કેફીન લેવાથી મગજ હંમેશા જાગતું રહે છે અને એટલે કે મોટા ભાગના લોકો ચા અને કોફી લે છે. શરીરમાં શક્તિનું પ્રમાણ ઘટવા નથી દેતું. કેફીન મગજની વૃદ્ધિ માટે ઘણું ફાયદાકારક છે. જર્નલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા 2014ના અધ્યયનમાં, વધુ કેફીન વપરાશ ધરાવતા સહભાગીઓ માનસિક કાર્યના પરીક્ષણો પણ વધુ સારા હોય છે.

યોગ એટલે એક એવી વસ્તુ છે જે કરવાથી મગજને શાંતી મળે છે અને યોગ કર્યા પછી મગજ એકદમ પ્રફુલ્લિત થઇ જાય છે. યોગમાં તમે કોઈપણ યોગ કરી શકો છો. પણ યોગ કરવા જરૂરી છે. યોગ શરીરનું સંચાલન કરે છે અને સંચાલનના સમય પર આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે યોગમાં ખાસ કરીને પદ્માસન અને સિરસાસન આ બંને અચૂક કરવા જેથી શરીરને પણ આરામ લાગે અને શરીર પણ તંદુરસ્ત રહે.

4) Solve puzzle (કોયડાઓ હલ)

કોયડાનો ખેલ ખુબજ સરસ છે. કોયડાનો ખેલ ખેલવાથી મગજને ઘણો ફાયદો થઇ છે. મગજને જેમ ઘસારો આપશો તેમ મગજ વધારે સારી એવી રીતના ખુલશે. કોયડાનો હલ કરતા શીખવું ઘણું જરૂરી છે. કોયડાનો ખેલ સામાન્ય રીતે સમજવો જોઈએ. કોયડાનો હલ એકથી વધારે વખત દિવસમાં રમવું જોઈએ. પણ તેમાં પણ શરત છે કે કોયડો સરળ ના હોવો જોઈએ. કોયડો એક એવી રમત છે જેમાં એક એક પગલું સાવચેતીથી ઉપાડવું પડે છે. કોયડાનો ઉકેલ સરળતાથી નથી આવતો તેના માટે 360 ખૂણે આંખને ફેરવી પડે છે. અહીંયા તમને ઓનલાઇન ફ્રીમાં પ્રેક્ટિસ માટે અમુક ટેસ્ટ આપવામાં આવી છે જેની તમે પ્રેક્ટિસ કરો અને કોયડાની મદદથી પોતાના મગજનો વિકાસ કરો.

5) Self-Assessment (સ્વાવલોકન)

સ્વાવલોકન એક એવી કલા છે જે વ્યકતિને દરરોજ એક કદમ આગળ લઈને જાય છે. જે વ્યકતિ પોતાનું અવલોકન કરી શકે તે દરેક વસ્તુ કરી શકે છે. સ્વાવલોકન કરવાથી તમને ખબર પડશે કે તમે શું કરી શકો છો? તમે કઈ વસ્તુ માટે બન્યા છો? તમે કેટલા સમયમાં શું પોતાને આપી શકો છો તેના પર નિર્ભર કરે છે. સ્વાવલોકન કરવાથી મગજ પોતે તમારા માટે શુભ ચિંતક બની જશે. તમે સ્વ-અવલોકન માટે arjunpathways ની મદદ પણ લઈ શકો છો.સ્વાવલોકન એક પદ્ધતિથી કરવામાં આવે તો વધારે સારું જેમકે સવારે ઉઠીને બે ધ્યેય નક્કી કરો અને એના માટે દિવસનો બધો સમય આપી દયો જેનાથી તમે પોતાની ક્ષમતાને ઓળખી શકશો.

આટલું કરો જેનાથી તમે મગજની શક્તિમાં વધારો કરી શકો એ પણ ઘર બેઠા. અહીંયા એક વિડિઓ આપવામાં આવ્યો છે જે તમને મગજની શક્તિને લઈને સરળ ભાષામાં સમજાવશે.

how to increase brain power by arjun khunt

Author Profile

Arjun Khunt
Arjun Khunt
Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

By Arjun Khunt

Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

You May Also Like…

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *